કોરોના વાઈરસનો દિલ્હીમાં થયો પગપેસારો, પહેલો કેસ આવ્યો સામે
દુનિયાભરમાં કોરોના વાઈરસનો કહેર અટકવાનું નામ લેતો નથી. આ બધા વચ્ચે દિલ્હીમાં એક દર્દી કોરોના વાઈરસથી પીડાતો હોવાના સમાચાર કન્ફર્મ થયા છે. દર્દી કોરોના વાઈરસની ચપેટમાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાઈરસનો કહેર અટકવાનું નામ લેતો નથી. આ બધા વચ્ચે દિલ્હીમાં એક દર્દી કોરોના વાઈરસથી પીડાતો હોવાના સમાચાર કન્ફર્મ થયા છે. દર્દી કોરોના વાઈરસની ચપેટમાં આવ્યો છે. આ ઉપરાંત એક નવો કેસ તેલંગણામાં પણ સામે આવ્યો છે. કહેવાય છે કે દિલ્હીમાં જે વ્યક્તિ કોરોનાથી પીડિત છે તે ઈટલીથી આવ્યો હતો. બીજો વ્યક્તિ દુબઈથી આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવાયું કે નવા કેસ સામે આવ્યાં બાદ દર્દો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. હાલ બંનેની સ્થિતિ સ્થિર છે.
જુઓ LIVE TV
આ અગાઉ ચીનથી લાવવામાં આવેલા ભારતીય નાગરિકને માનસેર સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે. જ્યાં તેઓ નિગરાણી હેઠળ છે. આ લોકોને મળવાની પરવાનગી કોઈને નથી. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કારણે 2500થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના અનેક દેશોમાં પણ આ વાઈરસે લોકોને મોતના મોઢામાં ધકેલી દીધા છે. ભારતમાં કેરળમાં પણ કેટલાક લોકોને તેનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આ જીવલેણ બીમારીને જોતા લોકો ખુબ સાવધાની રાખી રહ્યાં છે. એરપોર્ટ ઉપર પણ બહારથી આવતા લોકોનું સ્કેનિંગ થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે